ઇરાન સામે અમેરિકા-ઇઝરાયેલના આક્રમણને પગલે લાંબા સમય સુધી સપ્લાય ખોરવાઈ જવાના ભયે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં સોમવાર, 9 માર્ચે 25 ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો હતો અને ભાવ 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાં હતાં. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઉછાળાને પગલે ફુગાવો વધતની ચિંતાએ ભારત સહિતના એશિયાના શેરબજારોમાં કડાકો બોલાયો હતો. બીજી તરફ સેફ હેવન ગણાતા ગોલ્ડ અને અમેરિકન ડોલરના ભાવમાં ઉછાળો આવ્યો હતો.